નાણાંકીય સ્વતન્ત્રતા કેવી રીતે મેળવવી ?
નાણાંકીય સ્વતન્ત્રતા કેવી રીતે મેળવવી ?
HOW TO EARN PASSIVE INCOME ?
પેસિવ કમાણી કેવી રીતે કરશો ?
લેખક : દિવ્યેશ કોઠારી
આજના કપરા કાળ માં જ્યાં પૈસો જ દેવતા બની ગયેલ છે ત્યાં આ વિષય વર્ષો થી સહુ ને આકર્ષે છે.. શું આપ જાણો છો કે કમાણી બે રીત ની હોય છે ? એકટીવ કમાણી અને પેસિવ કમાણી. એકટીવ કમાણી એ કમાણી છે કે જે આપ જ્યાં સુધી શારીરિક રીતે મહેનત કરતા રહો ત્યાં સુધી આપને કમાણી થતી રહે જયારે કે અહિંયા એવી કમાણી ની વાત છે કે જ્યાં આપ ની હાજરી ના પણ હોય છતાં પણ તમારો પૈસો તમારા માટે કામ કરે છે. હા આ શક્ય છે. તમને રસ પડ્યો હોય તો આગળ વાંચો. સહુ પહેલા તમારા કમાણી ના કેટલા રસ્તાઓ છે તે તપાસો. શું તમે જાણો છો કે લગભગ અરબપતિ લોકો ના ઓછા માં ઓછા ૬/૭ કમાણી ના રસ્તાઓ હોય છે. આવા અરબપતિ લોકો પાસે ફેમિલી માટે સમય હોય છે, ફરવા જવા માટે સમય હોય છે, પોતાના શોખ પુરા કરવા સમય હોય છે અને તેમની લાઈફ ફાઇનાન્સીયલી ફ્રી હોય છે. તેઓ ઓછા કલાકો કામ કરે છે અને તેઓ ૯-૫ ની જોબ થી મુક્ત લાઈફ જીવે છે. તેઓ બોસ ફ્રી લાઈફ જીવે છે, કારણકે તેમનો પૈસો તેમના માટે કામ કરે છે. હવે તમારે એ વિચારવાનું છે કે એક એવું પેસિવ કમાણી નું બિઝનેસ મોડેલ કેવી રીતે તૈયાર કરવું જેથી તમે પણ પોતાની ફેમિલી સાથે સમય કાઢીને ફાઇનાન્સીયલી ફ્રી રહી શકો અને દુનિયા માં ફરી શકો ? આપને આ પુસ્તક માં એવી રીતો શીખવા મળશે જેથી આપ ૯-૫ ની જોબ થી મુક્ત થશો, પોતાનું જીવન પોતાની રીતે જીવી શકશો, બોસ મુક્ત જીવન હશે, ફેમિલી માટે સમય હશે, રિટાયરેમેન્ટ જેવી કોઈ ચીઝ નહિ હોય, તમો સ્વતંત્ર હશો, તમે જ્યાં મરજી થી જ્યાં થી કામ કરવા ઈચ્છો ત્યાં થી કામ કરી શકશો. તમે તમારી આવક વધારી શકશો અને તેના માટે તમારે ખર્ચ ઘટાડવાની વાત નહિ પણ કમાણી વધારવાની વાત વિચારવી પડશે. આ એક નવો દ્રીષ્ટિકોણ હશે જે તમને નવા માર્ગો દેખાડશે અને તમારા જીવન ને ચિંતા મુક્ત બનાવશે.
આ વાત છે એક એવા સામાન્ય માનવી ની જેને આપણે રાકેશ ના નામે ઓળખીશું. વાત છે વર્ષ ૧૯૯૯ ની રાકેશ પાસે એક બેસ્ટ કહી શકાયે તેવી જોબ IT સેક્ટર ની હતી, તેનો પગાર ૮૦૦૦૦/- મહિને હતો, એનું જીવન ઘણા ને ઈર્ષા પમાડે તેવું હતું, સરસ ગાડી, બંગલો અને રાચરચીલું ઘર. બીજું શું જોઈએ ? એવામાં એની કંપની એ સ્ટાફ ઓછો કરવા સરક્યુલર કાઢ્યો અને એમાં તેનું નામ પણ હતું . રાકેશ ને આંખે અંધારા આવી ગયા કારણકે તેની ગાડી અને ઘર ની EMI દર મહિને ચાલતી હતી, આટલો પગાર હોવા છતાં તેની પાસે બેકઅપ પ્લાન નહોતું .હવે શું કરવું ? તેના વિચાર માં તેને ડિપ્રેશન થવા લાગ્યું. ૨/૩ મહિના નીકળી ગયા અને તેને કોઈ જોબ ના મળી. કહેવાય છે ને કે જરૂરત ના વખતે આવિષ્કારો થાય છે. હવે તેણે ઈન્ટરનેટ માર્કેટિંગ શીખવા માંડ્યું અને તેણે આ શીખી ને કમાવાનું પણ શરુ કરી દીધું.
હવે જાણીએ કમાણી ના ત્રણ પ્રકારો :
૧. એકટીવ કમાણી
૨. પેસિવ કમાણી
૩. પોર્ટફોલિયો કમાણી
પેસિવ કમાણી એવી કમાણી છે કે તમે જમો, રમો, સુવો , જાગો, ફરો તો પણ તમારા ખાતા માં પૈસા નાખે, એટલે કે તમારી શારીરિક પ્રેઝન્સ જરૂરી નથી. જયારે કે એકટીવ કમાણી માં તમારી શારીરિક પ્રેઝન્સ જરૂરી છે, તમારે સમય અને કલાકો આપવા જ પડે. અહિંયા એકટીવ કમાણી માં તમે તમારા સમય ના બદલે પૈસા મેળવો છો, તમે દર કલાક, દર દિવસ ના પૈસા મેળવો છો. અને જે દિવસે તમે કામ પર નથી જતા તે દિવસે તમે પગાર મેળવતા નથી. જયારે કે પોર્ટફોલિયો કમાણી માં તમે પેસિવ કમાણી ની જેમ જ વ્યાજ થી, શેયર ના ડિવિડન્ડ થી, બોન્ડ્સ થી પૈસા મેળવો છો.
ઘર ભાડે આપીને કમાવવું એક રીત ની પેસિવ કમાણી જ છે, કારણકે તમે પૈસા એક વખત મકાન ખરીદવા માં લગાવો છો અને તમને તેનો ફાયદો વર્ષો સુધી થાય છે. પેસિવ કમાણી ભાડા ના ઘર થી હોય શકે, ભાડા ની દુકાન થી હોય શકે, ઓનલાઇન માર્કેટીંગ થી હોય શકે, શેયર ના ડિવિડ્ન્ડ થી હોય શકે, તમારી કળા દ્વારા સેવાઓ વેચીને હોય શકે, અથવા પેટેન્ટ દ્વારા કે રોયલ્ટી દ્વારા પણ હોય શકે. આવા તો અનેકવિધ રસ્તાઓ છે. દરેક ની પાસે ૩ થી ૪ પેસિવ કમાણી ના રસ્તાઓ હોવા જોઇએ, કારણકે પેસિવ કમાણી દ્વારા :
૧. તમે તેના દ્વારા તમારા કર્જાઓ ચુકવી શકો.
૨. તમને જે ગમે તે તમે કરી શકો.
૩. ઘણાં બધા દેશો માં પેસિવ કમાણી પર ટેક્શ ઓછો છે.
૪. આથી તમારી કમાણી વધી શકે.
૫. તમારે બીજા પર નિર્ભર ન રહેવું પડે.
૬. કામના કલાકો તમે જાતે જ નક્કી કરી શકો.
૭. પરિવાર માટે સમય ફાળવી શકો.
૮. નોકરી માગવા ને બદલે આપવા વાળા બની શકો.
૯. બીજા ને લાભ આપવાને સ્થાને તમે પોતે લાભ મેળવી શકો.
૧૦. વધુ વૈભવી જીવન જીવી શકો.
૧૧. તમે સુતા હો કે જાગતા હો, ટ્રાવેલ માં હો તમે સતત પૈસા બનાવી શકો છો.
આવા ઘણાં કારણો ને લીધે પેસિવ કમાણી ના સોર્સીઝ હોવા જોઇએ.
આપણે આપણાં કેરિયર ની શરુઆત જલ્દી કરતા હોઇએ છીએ પણ આપણે નાણાંકીય સ્વતન્ત્રતા કેવી રીતે મેળવવી તે બાબત વિચારતા જ નથી. જ્યારે કારકિર્દી ના મધ્ય માં પહુંચીએ છીએ ત્યારે પસ્તાવાનો વારો આવે છે. પેસીવ કમાણી માટે એટલા માટે નથી વિચારવાનું કે સાઇડ કમાણી હોવી જોઇએ પરન્તુ એટલા માટે વિચારવું જોઇએ કારણકે આથી તમે જો કશા કારણ થી શારીરિક મહેનત નથી કરી શકતા તો તમને ભવિષ્ય ની ચિંતા ન રહે. પેસીવ કમાણી એવી કમાણી હોય છે જે બીજાના સમય અને પૈસા દ્વારા થતી હોય છે.
ચાલો જાણીએ -
• પેસિવ કમાણી માટે કઈ વસ્તુઓ જોઈએ ?
• પેસિવ કમાણી માટે કેટલી ઇન્વેસ્ટમેન્ટ જોઈએ ?
• પેસિવ કમાણી દ્વારા તમે કેટલી કમાણી કરી શકો ?
• શું અન્ય આ રીતે ( પેસિવ કમાણી દ્વારા ) પૈસા કમાઈ રહ્યા છે ?
• પેસિવ કમાણી માટે શું તમારે ખાસ કળા જોઈએ ?
• પેસિવ કમાણી માટે ના જોખમો ક્યા ક્યા છે ?
ચાલો આગળ વધીએ -
હવે, તમારે કયો આવકનો પ્રવાહ તમારા માટે શ્રેષ્ઠ છે તે અંગે પસંદગી કરવી પડશે અને તે મુજબ કામ કરવાનું શરૂ કરવું પડશે.
દાખલા તરીકે, જો તમે ઈ-પુસ્તકો વેચીને પૈસા કમાવવાનો ધ્યેય રાખતા હો, તો તમારે પહેલા પુસ્તક લખવામાં અને તેના પ્રચાર માટે થોડો સમય ફાળવવો પડશે.
જો ભાડાની મિલકત એ તમારી નિષ્ક્રિય આવક હોય તો તમારે તમારા ભાડૂતોને આરામદાયક બનાવવાના માર્ગો શોધવાની જરૂર છે અને જો એક ભાડૂત બહાર જાય છે, તો તમારે ઘરને સુંદર બનાવવા અને તેને સુધારવાનો માર્ગ જોવાની જરૂર છે જેથી આગામી ભાડૂત પ્રભાવિત થાય અને વધુ ચૂકવણી પણ કરી શકે. પેસિવ કમાણી (નિષ્ક્રિય આવક) માટે, તમે જે શોખ ધરાવો છો તે પસંદ કરો, તમે તમારા શોખ અથવા જુસ્સાને નિષ્ક્રિય આવકમાં ફેરવી શકો છો.
અન્ય રીત એ છે કે તમે નિષ્ક્રિય આવકના સ્ત્રોત માટે કેટલા પૈસા ઇનપુટ કરી શકો છો તે માર્ગ તમારે શોધવાનો, તમને જે રકમ પરવડી શકે તે નક્કી કરો.
એક એવો માર્ગ / બિઝનેસ નક્કી કરો કે જેને તમે સરળતાથી મોનીટર કરી શકો.
કંઈક પસંદ કરો કે તમે જે પ્રયત્નો કરો છો તેના માટે તમને પૂરતું નાણાકીય વળતર મળે.
સમય એ એક પડકાર છે ખાસ કરીને જ્યારે તમારી પાસે અન્ય વસ્તુઓ જેમ કે નોકરી, મિત્રો અને કુટુંબ અને અન્ય પ્રતિબદ્ધતાઓ હોય.
* એક સરસ બ્લોગિંગ વિષય હોવો જોઈએ.
* તે વિષય એવો હોવો જોઈએ કે જેમાં વાચક ને સરળતાથી રસ પડે.
* આજકાલ જે વિષય વધુ ચાલી રહેલ છે તેમાં મુખ્ય છે - હેલ્થ, મની, હૅપ્પીનેસ્સ, મ્યુઝિક, વેઈટ લોસ્સ, ફેશન, સેલ્ફ ડેવલપમેન્ટ, સ્પોર્ટ્સ વિગેરે ....
હવે વિષય શોધી લીધા બાદ તમારે બ્લોગ ને સેટપ કરવાનો રહેશે. તે માટે તમારે ડોમેન નામ અને હોસ્ટિંગ એકાઉન્ટ જોઈશે. ડોમેન/ hostinger. નામ તમોને godaddy.com. જેવી website. અથવા hostinger.com. થી મળી શકે. તમારે તમારી shared. hosting. ના સ્થાને પોતાની એકલાની ( INDIVIDUAL.) hosting. લેવી જોઈએ. જયારે તમે તમારું hosting. એકાઉન્ટ બનાવી લો ત્યારે તમારે wordpress.com. Install. કરી લેવી જોઈએ જેથી તમે તમારી website. બનાવી શકો. Wordpress.com. install. કર્યા બાદ તમારે એક સારી theme. તમારા બ્લોગ માટે બનાવી લેવી જોઈએ. wordpress. માં ઘણી જ free. themes. છે જેથી તમે તમારી એક professional. website. બનાવી શકો. તમારે PLUGINs, પણ Install. કરવા પડશે. એ એક એવું tools. છે જે તમારા બ્લોગ ની પર્ફોર્મન્સ ને વધારી શકે છે. તમોને e-mail.marketing. plug-ins. જોઈશે.
તમારે તમારા blogs. પર નવા pages. create. કરવા પડશે. ખાસ કરીને, આ Pages. હોવા જરૂરી છે-ABOUT.US.PAGE., CONTACT.US.PAGE., A.DISCLAIMER.PAGE, CONTACT.PAGE..
તમારો BLOG. બનાવવા એક છેલ્લી વસ્તુ જે તમારે કરવી જોઈએ તે છે,MENU. બનાવવું જેથી તમારા visitors. તમારા BLOG. ને સરળતાથી જોઈ શકે.
દરેક POST. માટે valuable.content. બનાવો અને તેમાં article., photos., videos. શેર કરો. તેના keywords. આકર્ષક રાખો. keywords. એક એવો વિષય છે જેના અંગે અગાઉ થી reserach. કરો. તમારા બ્લોગ પર ટ્રાફિક લાવવા માટે તમારે social.share. plug-ins. wordpress.com. થી ( download.) કરવા પડશે.
તમારા બ્લોગ ને monetize. કરવું. અહિંયા થી પેસિવ કમાણી શરુ થાય છે. તમારા બ્લોગ પર જેમ જેમ વધુ visitors. આવે એટલે તમે affiliate.marketing., advertising., અને વિભિન્ન સેવાઓ આપીને જેમ કે, coaching., logo designing, web.designing., mentoring. વિગેરે કરીને પેસિવ કમાણી કરી શકો છો.

Comments
Post a Comment