Posts

નાણાંકીય સ્વતન્ત્રતા કેવી રીતે મેળવવી ?

Image
 નાણાંકીય સ્વતન્ત્રતા કેવી રીતે મેળવવી ? HOW  TO  EARN  PASSIVE  INCOME ?  પેસિવ કમાણી કેવી રીતે કરશો ?  લેખક : દિવ્યેશ કોઠારી  આજના કપરા  કાળ માં જ્યાં પૈસો જ દેવતા બની ગયેલ છે ત્યાં આ વિષય વર્ષો થી સહુ ને આકર્ષે છે.. શું આપ જાણો છો કે કમાણી બે રીત ની હોય છે ?  એકટીવ કમાણી અને પેસિવ કમાણી. એકટીવ કમાણી એ કમાણી છે કે જે આપ જ્યાં સુધી શારીરિક રીતે મહેનત કરતા  રહો ત્યાં સુધી આપને કમાણી થતી રહે જયારે  કે અહિંયા એવી કમાણી ની વાત છે કે જ્યાં આપ ની હાજરી ના પણ હોય છતાં  પણ તમારો પૈસો તમારા માટે કામ કરે છે.  હા આ શક્ય છે. તમને રસ પડ્યો હોય તો આગળ વાંચો.  સહુ પહેલા તમારા કમાણી ના કેટલા રસ્તાઓ છે તે તપાસો.  શું તમે જાણો છો કે લગભગ અરબપતિ લોકો  ના ઓછા માં  ઓછા ૬/૭ કમાણી ના રસ્તાઓ હોય છે.  આવા અરબપતિ લોકો પાસે ફેમિલી માટે સમય હોય છે, ફરવા જવા  માટે સમય હોય છે, પોતાના શોખ પુરા કરવા સમય હોય છે અને તેમની લાઈફ ફાઇનાન્સીયલી ફ્રી હોય છે.  તેઓ ઓછા કલાકો કામ કરે છે અને તેઓ ૯-૫ ની જોબ થી મુક્ત લાઈફ જીવે ...